-- કોણ કહે છે, દુનિયા ડિસેમ્બર, 2012માં પૂરી થઈ જશે..? રજનીકાંતે તાજેતરમાં જ લેપટોપ ખરીદ્યું છે, જેની ઉપર હજુ ત્રણ વર્ષની વૉરન્ટી છે..
-- રજનીકાંત જ્યારે ત્રીજા ધોરણમાં ભણતા હતા, તેમની રફ નોટ્સ વાળી કૉપી કોઈકે ચોરી કરી લીધી હતી. આજે તે જ કૉપી આપણે વિકીપીડિયાનાં નામે ઓળખીએ છીએ..!!
-- પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રમાં લખ્યું હતું, આ પ્રશ્નપત્રમાં 200 પ્રશ્નો છે, કોઈ પણ 100ના ઉત્તર આપો.. રજનીકાંતે તમામ 200 પ્રશ્નો ઉકેલી કાઢ્યા, અને લખ્યું કોઈ પણ 100 તપાસી લેજો..
-- સૌથી મોટુ રહસ્ય શોધાયું, એપ્પલના લોગોમાં જે એપ્પલનો ટુકડો ગૂમ છે તે રજનીકાંતે ખાધો હતો.!!
-- રજનીકાંત પાસે તેનો જવાબ છે, પહેલાં શું આવ્યું મરઘી કે પછી ઈડું.. પણ તેમણે કોઇને કહ્યો નથી..
-- સૂપર મેન અને રજનીકાંત વચ્ચે એક વખત સ્પર્ધા થઈ. સ્પર્ધાની શરત હતી, જે હારે તેણે પેન્ટની ઉપર ચડ્ડી પહેરવી પડશે..
-- એક વખત રજનીકાંતનું વોલેટ ખોવાઈ ગયું, બસ ત્યારથી દુનિયામાં મંદીનું મોજુ ફરી વળ્યું છે.
-- જ્યારે ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી ત્યારે રજનીકાંતે તેમને બે મિસ કોલ કર્યા હતા
-- એક વખત રજનીકાંતને તેના ઘરવાળાઓ માટે એક નાની રમત-ગમત પાર્ટી કરવાની ઈચ્છા થઈ.. બસ ત્યારથી જ ઓલિમ્પિક રમાવા લાગી.
-- સારું થયું રજનીકાંત 1947 પહલાં ન જન્મયા, નહીં તો ચળવળ અંગ્રેજોએ ચલાવવી પળતી..
-- એક વાર રજનીકાંત ચા પીવા કિટલી પર ગયા, ચા ભાવી નહીં એટલે ચાનો કપ હવામાં ઉછાળ્યો અને તલવારથી કપ કાપી નાખ્ય, બસ ત્યારથી જ કટિંગ ચા વેચાય છે.
-- (માત્ર રમૂજ અને કાલ્પનિક)