Friday, 14 September 2012

હર રાતની સવાર થતી જોઇ છે અમે...


હર રાતની સવાર થતી જોઇ છે અમે,
એકેક પળ પસાર થતી જોઇ છે અમે,
ક્યારેય કમ ન થાય જરૂરત વધે પછી,
બસ,એકની હજાર થતી જોઇ છે અમે !
ચર્ચાય અત્ર-તત્ર ભલે જીત,તે છતાં,
ઉલ્લેખનીય હાર થતી જોઇ છે અમે !
એકાદ ભૂલ પણ ન કરે માફ અન્યની,
એની,અનેકવાર થતી જોઇ છે અમે !
જ્યાં ઈન્કલાબ થાય શરૂ,માત્ર એકથી,
પાછળ પછી કતાર થતી જોઇ છે અમે,
જેને વગોવતું રહે કહી સાવ શુષ્ક,સહુ,
એ આંખ ધોધમાર થતી જોઇ છે અમે !
કાલાન્તરે બધું જ થતું હોય ક્ષીણ,પણ,
ઈચ્છા ય તાર-તાર થતી જોઇ છે અમે....

No comments:

Post a Comment