Wednesday, 26 September 2012

યાદ તમારી આવે ને…

  
  યાદ તમારી આવે ને પાનખર વસંત બની જાય  છે, 
  મૌસમ બદલાતા મહેક તમારી પ્રસરી  જાય  છે,
  મલ્યુ છે અનમોલ જીવન જીવવા માટે,
  ને તમારી ઉણપથી અંધકાર છવાય જાય  છે,
  રોશની તો ચાંદ સૂરજ પણ આપે છે,
  છતાય તમારી એક નઝર કામ કરી જાય  છે,
  એક તો ઈચ્છા છે તમારા સાથની જીવનભર,
  પણ એને દુનિયાના નીયમ નડી જાય  છે,
  અપનાવ્યા છે માત્ર તમને મારા હમસફર સ્વરૂપે,
  ને મારી જ યાદો હૃદય માથી નીકળી ગઈ છે,
  અસ્તિત્વ છો મારા જીવનનું તમે,
  પણ એક પલ ની દુરીથી શ્વાસ મારા અટકી ગયા છે,
  એવી રમત રમી છે કુદરતે આ જીવન સાથે,
  કે મારી હયાતિ એક જીવતી લાશ લાગે છે…

No comments:

Post a Comment